નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ , વધુ 6 પોઝિટિવ કેસ આવતા ફફડાટ

નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ , વધુ 6 પોઝિટિવ કેસ આવતા ફફડાટ
Spread the love
  • 4 કેસ રાજપીપલા અને બે કેસ ડેડીયાપાડાના આવ્યા કેસ પોઝિટિવ આવ્યા
  • માલીવાડમા એકજ પરિવાર ના ચાર જણા કોરોના ની લપેટમા
  • રાજપીપલામા પહેલીવાર 9અને 18માસ ના માસુમ બલકોને પણ કોરોના !
  • ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 52 સેમ્પલના રિપોર્ટમાથી આજે 6 પોઝિટિવ આવ્યા
  • 16ના રિપોર્ટ પેન્ડીગ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.18મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે 5:20 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ નોવધુ 6 પોઝિટિવ કેસ આવતા ચકચાર મચી જવા પામી છે હતા જેમાચાર કેસ રાજપીપલાના અને બે કેસ ડેડીયાપાડા તાલુકામાથી આવ્યા છે

આજના 6 પોઝિટિવ કેસ મા રાજપીપલા મા1)જ્યોત્સનાબેન ધ્રુવકુમાર માલી (ઉ વ 50,રહે , માલીવાડ રાજપીપલા )2)નવ્યાબેન અજિતભાઈ માલી (ઉ વ 09,રહે , માલીવાડ રાજપીપલા )3)રેયાન્સ ધ્રુવકુમાર માલી (ઉ વ 18માસ ,રહે , માલીવાડ રાજપીપલા )4)નિસર્ગ ધ્રુવ કુમાર માલી (ઉ વ 9માસ ,રહે , માલીવાડ રાજપીપલા )5)રીનાબેન નિલેશભાઈ વસાવા ઉ વ 32 ,રહે , કેવડી , તા ડેડીયાપાડા )6)પુષ્પાબેન હરેશભાઇ વસાવા ઉવ 27માસ ,રહે , સામરપાડા , તા ડેડીયાપાડા )નો રિપોર્ટ પોઝિટિવ આવતા આ તમામ ને આજે કોવીદ હોસ્પિટલ રાજપીપલા મા સારવાર અર્થે દાખલ કરાયા હતા.

આજરોજ રાજપીપલા માલીવાડમા એકજ પરિવાર ના ચાર જણા કોરોના ની લપેટમા આવી ગયા હતા જેમાં રાજપીપલા મા પહેલીવાર 9 અને 18માસ ના માસુમ બાળકોને અને ડેડીયાપાડા તાલુકામા પણ27માસનુ બાલક કોરોનાની લપેટમા આવી ગયા હતા. એપેડેમિક ઓફિસર ડો .કશ્યપના જણાવ્યા અનુસાર આજદિન સુધી સુરતમાં 1 અને વડોદરામાં રિફર કરાયેલ 3 દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ 26 દરદીઓ સારવાર હેઠળછે.

ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 52 સેમ્પલના રિપોર્ટમાથી આજે 6પોઝિટિવ આવ્યા છેઅને 16ના રિપોર્ટ પેન્ડીગ છે નર્મદા અત્યાર સુધી મા કૂલ પોઝિટિવ કેસ નો આંકડો 130 ઉપર પહોચ્યો છે અત્યાર સુધી મા 102દર્દીઓ સારા થતા તેમને રજા અપાઈ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તઆરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-51430 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 59 દરદીઓ, તાવના 43 દરદીઓ, ડાયેરીયાના 36 દરદીઓ સહિત કુલ-137 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 850077 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 395096 લોકોને વિતરણ કરાઇ છે. આજની તારીખે કૂલ 21ફેસેલીટી કોરનટાઇન અને 855ને હોમ કોરનટાઇન કરાયા છે જ્યારે અત્યાર સુધી મા કૂલ 905 ફેસેલીટી કોરનટાઇનઅને 5496ને હોમ કોરનટાઇન કરાયા છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

IMG-20200718-WA0054.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!