રાજપીપલા પોસ્ટ ઓફિસ કેમ્પસમા હર્બલ ગાર્ડનને ખુલ્લુ મુકાયુ

- 200 જેટલા વિવિધ આયુર્વેદિક વનસ્પતિઑ નો કરાયો ઉછરેલ
રાજપીપલા સંતોષ ચાર રસ્તાની પાછળ આવેલ પોસ્ટ ઓફિસ કેમ્પસમા હર્બલ ગાર્ડનને ખુલ્લુ મુકાયુ હતુ .ચીફ જનરલ પોસ્ટ માસ્ટર અશોક ફોજદારના હસ્તે આ ગાર્ડનને ખુલ્લુ મુકાયુ હતુ . જેમા 200 જેટલા વિવિધ આયુર્વેદિક વનસ્પતિઑનો ઉછેર કરાયો હતો.
પોસ્ટ માસ્ટર ભગતના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસ મા પડતર જગ્યાનો સદઉપયોગ કરવા નવી પોસ્ટ ઓફિસ બની ત્યારથી આયુર્વેદિક વનસ્પતિઓનો ઉછેર કરવામા આવ્યો છે .
આજે આ વ્રુક્ષો ફૂલ્યા ફાલ્યા છે ત્યારે કોરોનાની મહામારીમા આયુર્વેદિક દવાઓની ખાસ જરૂર હોવાથી ફાર્માસ્યુટિકલનેરો મટિરિયલ પુરૂ પાડી સપ્લાય કરવામા આવશે આ મેઈન્ટેનન્સ પોસ્ટઓફિસનો સ્ટાફ કરશે . જલ સંવર્ધન અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ જરૂરી હોવાનુ જણાવ્યુ હતુ
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)