લુણસાપુર ગામે નાગ પંચમીના દિવસે મેળો રદ કરાયો

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે દર વર્ષે શ્રાવણ માસમાં પણ આતો નાગ પંચમીના દિવસે મેળા ને કોરોના વાયરસની મહામારી ને ધ્યાને રાખી ની આયોજક કમિટીએ મેળો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો રાજ્યમાં કોરોના વાયરસ ની મહામારી થી સૌ કોઇ લઇ રહ્યા છે ત્યારે આપણા જિલ્લામાં પણ કોરોના ના કેસ સતત વધી રહ્યા છે અનેક જગ્યાએ પણ કરો ને ધ્યાને રાખી શ્રાવણ માસ અને ભાદરવામાં થતી ઉજવણી અને મેળાઓ આયોજકોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે જાફરાબાદ તાલુકાના નાગદેવતા ના મંદિર ખાતે દર નાગ પંચમીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવતું હતું. જ્યારે આ વર્ષે કોરોનાની મહામારી ને ધ્યાને રાખી નાગ પંચમીના દિવસે મેળો યોજવા આ બાબતે આયોજકોની બેઠક મળી હતી. જેમાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે લુણસાપુર ખાતે મેળો બંધ રાખવા આયોજકોએ નિર્ણય લીધો હતો.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)