પંચમહાલ જિલ્લા પંચાયતનાં ગોપાલ પટેલનો વિકાસ કમિશનરને ખુલ્લેઆમ પત્ર……..!

Spread the love
  • DRDAના ડાયરેક્ટર આર. પી. ચૌધરીએ મનરેગા : યોજનાના કરોડો રૂપિયાના કામોમાં ઓફ લાઈન વહીવટી મંજૂરીઓ આપીને ભ્રસ્ટાચાર ને પ્રોત્સહન આપ્યું છે !!!

પંચમહાલ જિલ્લમાં ગરીબોને ધર આંગણે રોજગારીઓ આપનાર મનરેગા યોજનાના કામોમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ડાયરેક્ટર આર. પી. ચૌધરીએ નિવૃત થતા પહેલા કરોડો રૂપિયાના કામોની ઓફલાઈન વહીવટી મંજૂરીઓ આપીને ભ્રસ્ટાચાર આચર્યો હોવાના અત્યંત ગંભીર આક્ષેપોને લેખિત પત્ર ભા. જ. પા શાસિત પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ ગોપાલભાઈ પટેલ ગુજરાત સરકારના વિકાસ કમિશનરને રજુઆત કરીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતાં ડી. આર. ડી એના ભ્રસ્ટાચારી વહીવટીમાં ભારે ભૂકંપ સર્જાયો છે.

ગોદરા તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ભ્રસ્ટાચાર ના પુરાવાઓ શોધી કાઢ્યા હોવાના ગોધરા ભા.જ.પા ના ધારાસભ્ય સી. કે. રાઉલજીના જાહેર ઉચ્ચારણોની રજૂઆતોથી ચોકી ગયેલા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીમાં ભારે સોટો પડી જવા પમ્યો હતો. ગોધરા તાલુકામાં માત્ર દસ બાર ગ્રામપંચાયતોમાં મનરેગા યોજનાના કામોની કરોડો રૂપિયાની આપવામાં આવેલ ઓફલાઈન વહીવટી મંજુરીઓના ગોરખધાંધા ઓને છુપાવવા માટે જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સત્તાધીશોએ “વર્કકોડ” નંબર આપવાનું બંધ કરીદેતા સમગ્ર પંચમહાલ જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો હતો આ પરિસ્થિતિને શાંત પાડવા માટે ખૂદ રાજ્ય કક્ષાનાં મંત્રી બચુભાઈ ખાબડ ગોધરા દોડી આવી ને મનરેગા યોજનાના પક્ષપાતી વહીવટનો રૂબરૂમાં કચાસ કાઢ્યો હતો !

આ ઘટના ક્રમ વચ્ચે જ ગરીબોના હમદર્દ એવા ભા. જ. પા શાસિત પંચમહાલ જિલ્લા પંચાયતમાં મનરેગા યોજનાનાં કામોમાં સરકારની ગાઈડ લાઈન વિરુદ્ધ ડી. આર. ડી. એના ડાયરેક્ટર આર. બી. ચૌધરીએ આવેલ ઓફલાઈન મંજુરીઓ રદ્દ કરી આચરવામાં આવેલ કરોડો રૂપિયાના ભ્રસ્ટાચાર સામે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ગુજરાત સરકારના વિકાસ કમીશ્નર સમક્ષ લેખિતમાં રજુઆત કરી છે. આ હકીકતો ભારે સ્ફોટક બંને એમ છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!