હાલોલના ભમરીયા ખાતે આવેલ રિસોર્ટના મેનેજરના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

હાલોલના ભમરીયા ખાતે આવેલ રિસોર્ટના મેનેજરના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Spread the love

આસપાસના ગ્રામજનો દ્વારા આ રિસોર્ટ ને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવાની તેમજ આ રિસોર્ટમાં કામ કરતા આસપાસના લોકો ના આરોગ્યની ચકાસણી કરી આ લોકોને કોરોનટાઇન કરવાની માંગ કરી રિસોર્ટ ની બહાર એકઠા થયેલા યુવકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. હાલમાં જ્યારે કોરોનાની મહામારી ચાલે છે ત્યારે શનિવારના રોજ ભમરીયા ખાતે આવેલ ખાનગી રિસોર્ટમાં ફરજ બજાવતા મેનેજરના પત્ની નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે ત્યારે ભમરીયા તેમજ આસપાસના ગામના અમુક લોકો આ રિસોર્ટમાં નોકરી કરતા હોય તેમજ આ રિસોર્ટ ખાતે હાલમાં પણ બહારથી પ્રવાસીઓ આવતા હોય સ્થાનિકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે અર્થે આ રિસોર્ટ તાત્કાલિક અસરથી 28 દિવસ માટે બંધ કરવાની માગણી સાથે સ્થાનિક યુવકોએ રિસોર્ટ બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રિસોર્ટ ખાતે આસપાસના ગામના અમુક લોકો નોકરી અર્થે જતા હોય છે જેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે તો આસપાસના ગામોમાં કોરોના નું સંક્રમણ અટકાવી શકાય તેમ રિસોર્ટ બંધ કરાવવા અંગે વિરોધ પ્રદર્શિત કરવા એકઠા થયેલા યુવકો દ્વારા જણાવાયું હતું.

પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )

IMG-20200810-WA0041.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!