CR પાટીલ નેતાઓથી અજાણ, સભામાં કહ્યું- ‘શું નામ છે ભાઈ, તમે ધારાસભ્ય જ છો ને ?

સીઆર પાટિલ હાલ ઉત્તરગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે સભા સંબોધતા અજીબ વર્તન કર્યું હોય તેમ લાગી રહ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પોતાના ધારાસભ્યોને ન ઓળખતા હોય તેવા સૂર જોઈ અનેક સવાલો ઉભા થયા છે. તો તેમની આ સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સીઆર પાટીલે શું કહ્યું…
- પાટીલ નથી ઓળખતા ધારાસભ્યને ?
- અધ્યક્ષની સ્પીચ થઈ વાયરલ
- સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
ગુજરાત ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ હાલ ભાજપને વધારે મજબૂત કરવા ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે. તેઓ પોતાની સાથે ભાજપના નેતાઓનું લાવલશ્કર લઈને ફરી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે, બધાને સાથે લઈને ફરી રહેલા પ્રદેશ પ્રમુખ હજુ ગુજરાત ભાજપના અનેક નેતાઓને જાણે ઓળખતા જ નથી. આ વાત આજે પાટણમાં યોજાયેલી સભામાં જાણવા મળી. પાટણની સભામાં મંચ પર ધારાસભ્યો છો તેવા સવાલ કરતા સ્પીચની મજાક ઉડી હતી.
ભાજપના ધારાસભ્યો અને અન્ય નેતાઓના નહોતા ખબર નામ ?
સી.આર. પાટીલે કહ્યું કે, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી. શું નામ છે ભાઈ ? (બાદમાં તેઓ નામ જાણીને કહે છે) શશીકાંતભાઈ ધારાસભ્યશ્રી, ધારાસભ્ય જ ને, હા આપણે વાત થઇ હતી. કિર્તીસિંહ ધારાસભ્ય, કિર્તીસિંહજી, પ્રદેશના… ઉપાધ્યક્ષ? પ્રદેશ મંત્રી નૌકાબહેન પ્રજાપતિ. મંચ પર બેઠેલા સૌ આગેવાનો, તમામ NGO સામાજિક સંસ્થાઓ, શુભેચ્છક મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાઈઓ અને બહેનો.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)