કોરોના જેવું કંઈ છે જ નહીં, માત્ર નામનો કોરોના છે : ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ

ભાજપના નેતા કોરોનાની મહામારીને મહામારી ગણી જ નથી રહ્યા. પ્રદેશ પ્રમુખ C R Patilની મનફાવે એવી રેલીઓ બાદ ભાજપના નેતા એક પછી એક કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે વાઘોડિયાના ભાજપના ધારાસભ્યે કોરોનાને મહામારી ન ગણાવતા બફાટ કર્યો હતો. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવે કર્યો મોટો દાવો ‘કોરોના જેવું કંઈ છે જ નહીં, માત્ર નામનો કોરોના છે’ ‘હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો જ છું’ વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક વીડિયો દ્વારા સંદેશ આપ્યો છે.
મધુ શ્રીવાસ્તવને કોરોના થતા હોસ્પિટલથી વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવે કર્યો મોટો દાવો કર્યો છે. કહ્યું કે કોરોના જેવું કંઈ છે જ નહીં, માત્ર નામનો કોરોના છે. હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો જ છું…કોરોના થયા બાદ હાલ મારી તબિયત સુધારા પર છે. ભાજપના વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવ કોરોના સંક્રમિત થયા છે. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ PAનું કોરોનાથી અવસાન થયું હતું.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)