મોરબીની બોયસ હાઈસ્કૂલના વાયરલ થયેલા વિડીઓ સંદર્ભે ફરિયાદ નોંધવાની તજવીજ

Spread the love

મોરબી : મોરબી પાલિકાની પાછળ આવેલી આર. એસ. બોયસ હાઈસ્કૂલ ખાતે મતદાન મથકની અંદર પ્રચાર પત્રિકા વહેંચાતી હોવાનો વિડીઓ વાઇરલ થયો હતો. આ સંદર્ભે ઇલેક્શન કમિશન દ્વારા મોરબી સીટી. એ. ડિવિઝનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરતા ચકચાર મચી ગઇ છે. મોરબી શહેરમાં આજે મતદાન દરમ્યાન આર. એસ. બોયસ હાઈસ્કૂલમાં પત્રિકા વહેંચતી હોવાનો આક્ષેપ કરતો એક વિડીઓ વાઇરલ થયો હતો.

આ દરમ્યાન થોડીવાર માટે મતદાન પણ ખોરંભે પાડી દેવાનું વિડીઓમાં જણાવવામાં આવી રહ્યું હતું. ત્યારે આદર્શ આચાર સંહિતા ભંગનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા પ્રીસાઇડિંગ ઓફિસરની ફરિયાદ લઈ મોરબી એ. ડીવી. પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. જેમાં મતદાન મથકમાં પત્રિકા લઈ જવા મામલે અને મતદાન મથકમાં વિડિઓ ઉતારવા મામલે બે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Janak Raja

Janak Raja

Right Click Disabled!