મોરબી જલારામ મંદિર દ્વારા 21મીથી રાહતદરે અડદીયા વિતરણ શરૂ કરાશે
- પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સમગ્ર શિયાળા દરમિયાન દરરોજ તાજા અને શુદ્ધ ઘીના બનાવેલા અડદીયાનુ રાહતદરે વિતરણ કરાશે
મોરબી : શિયાળાનો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનાવેલા સૂકામેવાથી ભરપુર અડદીયાનુ સર્વજ્ઞાતિય માટે રાહતદરે વિતરણ શનીવાર તા.21 નવેમ્બરથી શરૂ કરવામા આવશે. અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી.
અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે. દરરોજ તાજા અડદીયાનુ પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે વિતરણ કરવામા આવશે. શુધ્ધ ઘી માંથી બનાવેલા સુકામેવાથી ભરપુર અડદીયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)