મોરબી જલારામ સમિતિ દ્વારા આવતીકાલે ‘જલારામ દર્શન’નો કાર્યક્રમ
મોરબી : મોરબી જલારામ સમિતિ દ્વારા જલારામ બાપાની જન્મજયંતી તા.૨૧/૧૧/૨૦૨૦ શનિવારના રોજ ઉજવણી કોવિડ-19ને અનુલક્ષીને સરકારના નિયમ મુજબ બંધ રાખવામાં આવેલ છે. જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે લોહાણા વિદ્યાર્થી ભવનમાં ‘જલારામ ઝુંપડી’ તથા ‘જલારામ દર્શન’નો કાર્યક્રમ તા. 21ના રોજ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી રાખેલ છે. તો સર્વે રઘુવંશી સમાજના લોકોએ દર્શનનો લાભ લેવા ભુપતભાઈ રવેશિયા, શૈલેષભાઈ પોપટ, મહેશભાઈ તન્ના તથા પ્રફુલભાઈ પોપટ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)