મોરબી : તુલસી વિવાહ નિમિત્તે તુલસીના રોપાઓનું રવિવારે વિનામૂલ્યે વિતરણ

- સંદેશ ઓફીસ નીચે, રામ ચોકમાં ‘વહેલા તે પહેલા’ના ધોરણે રોપા વિતરિત થશે
મોરબી : મયુર નેચર ક્લબ, મોરબી અપડેટ, વન વિભાગ ટંકારા, અને ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા તુલસી વિવાહ અંતર્ગત તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ તારીખ 22 નવેમ્બરને રવિવારે સવારે 9.30 કલાકે સંદેશ ઓફિસની નીચે, રામ ચોક, કે.કે. સ્ટીલ સામે રાખવામાં આવ્યું છે. વહેલા તે પહેલાના ધોરણે રોપા વિતરણ કરવામાં આવશે. તો શહેરીજનોને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. રોપા લેવા જતા સમયે માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ આવશ્યક છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)