મોરબી સિવિલમાં યુવક સળગતો સળગતો પ્રવેશ્યો : હાલત અતિ ગંભીર

મોરબી સિવિલમાં યુવક સળગતો સળગતો પ્રવેશ્યો : હાલત અતિ ગંભીર
Spread the love
  • હોસ્પિટલના કેમ્પસમાં જ પેટ્રોલ છાંટી યુવક સળગતી હાલતમાં ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યો : યુવક માનસીક બીમારીની અવારનવાર દવા લેવા હોસ્પિટલે આવતો

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં અત્યારે રાત્રીના સમયે એક યુવક સળગતો સળગતો પ્રવેશ્યો હતો. આ દ્રશ્યો એટલા બિહામણા કે નજરે જોનારાનું હદય દ્રવી ઉઠ્યું હતું. આ બનાવ બાદ તુરંત જ તબીબોએ યુવકની સારવાર ચાલુ કરી હતી. હાલ યુવકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં આજે રાત્રીના 10 વાગ્યાના અરસામાં હદય હચમચી ઉઠે એવી એક ઘટના ઘટી છે. નાની વાવડી ગામના મનોજ જગદીશભાઈ નાગલા નામના 35 વર્ષના યુવક પ્રથમ હોસ્પિટલની અંદર પ્રવેશ્યા હતા. બાદમાં થોડી વાર બાદ તેઓ સળગતા સળગતા ફરી હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા. નજરે જોનારાએ એવું જણાવ્યું હતું કે પ્રથમ તેઓ હોસ્પિટલમાં આવીને બહાર જતા રહ્યા હતા. બાદમાં બહાર તેઓએ પેટ્રોલ છાંટીને જાત જલાવી હતી અને તેઓ સળગતા સળગતા હોસ્પિટલની અંદર આવ્યા હતા. સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, મુસાભાઈ, જીજ્ઞેશભાઈ સહિતનાએ આ યુવકના શરીરે લાગેલી આગ ઠારી હતી.

ત્યાં સુધીમાં તો તેઓનું આખું શરીર દાઝી ગયું હતું. અમુક નાના અંગોતો બળીને ખાખ થઈને શરીરથી અલગ થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તબીબો દ્વારા તુરંત તેઓની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તેઓની હાલત અતિ ગંભીર હોય તેઓને રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે. આ યુવક કોઈ બીમારીથી પીડાતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેઓએ આ પગલુંભર્યું તેના પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. તબીબ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે યુવક હોસ્પિટલમાં માનસિક રોગની દવા લેવા અવારનવાર આવતો હતો. આજે તે નીંદરની 8થી 10 ગોળી ખાઈને 108માં બેસીને હોસ્પિટલમાં આવ્યો હતો. બાદમાં અહીંના કેમ્પસમાં એક ઓરડી છે ત્યાં તેને પેટ્રોલ છાંટીને જાત જલાવી હતી અને બાદમાં સળગતી હાલતમાં તે ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યો હતો. જેથી નાસભાગ મચી હતી. તેઓનું આખું શરીર દાઝી ગયું છે જેથી તેને તુરંત રાજકોટની પીડિયું હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડયો છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

18-02-38-IMG-20201119-WA0139-1-768x356-1.jpg 18-02-40-IMG-20201119-WA0147-768x346-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!