જૂનાગઢ : કોવિડ-19 ટેસ્ટ માટે હવે ડોક્ટરની ભલામણ કે પ્રિન્ક્રીપ્શનની જરૂર નથી..!
જૂનાગઢ : જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરની ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરની ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.
વધુમાં જણાવાયાનુસાર કોવિડ -૧૯ રોગચાળા અન્વયે રાજ્યમાં સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર જે લોકો હવે સ્વૈચ્છિક કોવિડ -૧૯ નો ટેસ્ટ કરાવવા માંગતા હોય તો તેઓને ડોકટરની ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ