જૂનાગઢ : વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૨૦ બાળકોને એમ.આર. કીટ, વ્હીલચેર અને ટ્રાયસિકલ અપાઇ

- ૨૫ દિવ્યાંગ લાભાર્થીને યુડીઆઇડી કાર્ડ સાથે વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી
જૂનાગઢ : ૩ ડિસેમ્બર એટલે કે, વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વિશ્વ વિકલાંગ દિવસ નિમિતે જૂનાગઢ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ૨૦ જેટલા દિવ્યાંગ બાળકોને એમ.આર. કીટ, વ્હીલચેર અને ટ્રાયસિકલ સહિતના સાધનોની કીટ આપવામાં આવી હતી. વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા વિવિધ દિવ્યાંગ સંસ્થાઓમાં દિવ્યાંગ બાળકોને સાધનો વિતરણ કરી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત મંગલમૂર્તિ સંસ્થાના ૧૫ બાળકોને એમ.આર. કીટનું તથા સાંત્વન સંસ્થાના ૫ દિવ્યાંગ બાળાઓને વ્હીલચેર તેમજ ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથો સાથ ૨૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને યુડીઆઇડી કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન પુરોહિત, મંગલમુર્તિ સંસ્થાના વડા ધીરૂભાઇ પટેલ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ