સુરતમાં ભાગળ બુદેલાવાડ વિસ્તારમાં સના ટાઇમ નામની દુકાનમાં પોલીસે માર્યો છાપો

શહેરના ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં મહિધરપુરા પોલીસે સના ટાઇમ નામની દુકાનમાં છાપો માર્યો હતો અને પોલીસ ને તે દુકાનમાંથી 61.23 લાખ ની કિમતની રાડો રોલેક્ષ સહિતની બીજી અલગ અલગ બ્રાન્ડેડ કમ્પની ની ડુપ્લીકેટ 2075 ઘડિયાળ સાથે ઈરફાન મેમણ નામના દુકાનના માલિકની ધરપકડ કરવામાં આવી હતી, ફેબ્રુઆરી મહિનામાં CID ક્રાઇમની ટીમે આજ દુકાન માં છાપો મારી 3.31 કરોડની ડુપ્લીકેટ ઘડિયાળના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ગત 18 ફેબ્રુઆરી ના રોજ ગાંધીનગર સ્થિત CID ક્રાઈમે આજ દુકાનમાંથી 3.31 કરોડની બ્રાન્ડેડ ડુપ્લીકેટ ઘડિયાળની 11031 નંગ કબજે કરી હતી, તે સમયે ઈરફાન અને તેના ભાઈ ઇમ્તીયાઝની પણ ધરપકડ કરી હતી.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)