રાજકોટ : વેપારીએ ઢેબર રોડ પર ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર

રાજકોટ : વેપારીએ ઢેબર રોડ પર ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર
Spread the love

રાજકોટ શહેર કોઠારિયા રોડ પર સ્વાતીપાર્ક શેરીનં.૬ માં રહેતા અને ભક્તિનગર સર્કલ નજીક જલારામચોકમાં નાગબાઈ મોબાઈલ નામનો શો-રૂમ ધરાવતા વિક્રમભાઈ છગનભાઈ ખાંડેખા ઉ.૩૫ નામના આહિર યુવાનની આજે સવારે ઢેબર રોડ વન-વેમાં આવેલા અશ્ર્વિન ગેસ્ટ હાઉસ રૂમનં.૨૦૫ માંથી ઝેરી દવા પી આપઘાત કરી લીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ વિક્રમભાઈ ગઈકાલે ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા. અને સાંજથી તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હોય પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન આજે સવારે હોટેલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હોટલમાંથી મળતી વિગત મુજબ વિક્રમભાઈ ગઈકાલે સાંજે ત્યાં આવ્યા હતા.

રૂમ બુક કરાવ્યો હતો. ત્યારબાદ આજે સવારે હોટેલનો સ્ટાફ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ તેઓ દરવાજો ખોલતા ન હોવાથી કંઈક અજુગતુ થયાની શંકા જતા પોલીસ અને ૧૦૮ ને જાણ કરતા તેઓ દોડી ગયા હતા. અને રૂમનો દરવાજો ખોલી જોતા વિક્રમભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમણે આ પગલુ શા માટે ભરી લીધુ છે. તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા આહિર પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. બનાવની જાણ થતા એ-ડીવીઝન પોલીસ મથકના ASI સુધાબેન પાદરિયા અને રાઈટર દેવાંગભાઈ દોડી ગયા હતા. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201220-WA0016.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!