કચ્છ : મધરાતે ભારતમાં ધુસેલી પાકિસ્તાની બોટ અને એક ધુસણખોર ઝડપાયો

કચ્છ : મધરાતે ભારતમાં ધુસેલી પાકિસ્તાની બોટ અને એક ધુસણખોર ઝડપાયો
Spread the love

છેલ્લા એક મહિનામાં પાકિસ્તાન મરીન દ્રારા ભારતી અનેક બોટ અને માછીમારોને બંધક બનાવાયા છે. જેને લઇને ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉભા થયા છે. જો કે છાસવારે ભારતીય બોટ અને માછીમારોને બંધક બનાવવાની ધટના પછી સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે ત્યારે ગઇકાલે રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી BSF ને એક પાકિસ્તાની બોટ ઝડપવામાં સફળતા મળી છે. જો કે અન્ય માછીમારો ભાગી જવામાં સફળ રહ્યા હોવાનું પ્રાથમીક અનુમાન છે. પરંતુ 35 વર્ષીય ખાલીદ હુસૈન રહે.શાહબંદર BSF ના હાથે ઝડપાઇ ગયો છે જેની સધન પુછપરછ ચાલી રહી છે.

પ્રાથમીક તપાસમાં બોટમાંથી માછીમારીના સાધનો સિવાય કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી પરંતુ ભારતીય સરહદમાં મધરાતે બોટ અને માછીમારો કઇ રીતે પહોચ્યા તે અંગે BSF સહિતની અન્ય એજન્સીઓ ઝડપાયેલા પાક ધુસણખોરની વધુ પુછપરછ કરશે જરૂરી કાર્યવાહી બાદ માછીમારને પોલિસને હવાલે કરાશે અગાઉ પણ ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને ધુસણખોર ઝડપાઇ ચુક્યા છે. પરંતુ ખરેખર તેઓ માછીમાર છે. કે પછી માછીમારના સ્વાંગમાં ધુસણખોર છે. તે અંગે સુરક્ષા એજન્સીઓ ઉંડાણ પુર્વકની તપાસ કરશે BSF ની 108 બટાલીયને પેટ્રોલીંગ દરમ્યાન આ કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ : કિરણભાઈ મહેશ્વરી

IMG-20201220-WA0022.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!