હાલોલ : ઘોઘંબા પંથકમા હાહાકાર મચાવનાર નરભક્ષી દિપડો વનવિભાગના પાંજરે ઝડપાયો

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલૂકાના ગ્રામ્ય વિસ્તારમાં હાહાકાર મચાવતો દિપડો આખરે ગોયાસુંડલ ગામ પાસેના જંગલમા મૂકાયેલા વનવિભાગના છટકા માટે ગોઠવાયેલા પાજરામા પકડાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઘોંઘબા તાલુકાના ગોયાસુંડલ ,કાટાવેડા,જબુવાણિયા સહિતના આસપાસના ગામોમા પાછલા 13 દિવસથી દિપડાના દહેશત વચ્ચે લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.દિપડાએ બે નિર્દોષ બાળકોના જીવ લીધા હતા.પશૂ અને અહીના સ્થાનિક લોકોને પણ હૂમલા કર્યા હતા.સૂરત તેમજ દેવગઢ બારિયા અને સ્થાનિક વનવિભાગની ટીમ દ્રારા દિપડાને પકડવાની રણનીતી બનાવામા આવી હતી.
જેમા દિપડો પાજરામા પુરાતો બચી ગયો હતો. નાઇટવીઝન કેમેરા તેમજ ટ્રેપ કેમેરા પણ મુકવામા આવ્યા હતા. વનવિભાગ દ્વારા નવ જેટલા પાજરા દિપડાની અવરજવરવાળી જગ્યાઓ પર મૂકવામા આવ્યા હતા. હાલમા ગોયાસુંડલ ગામ પાસેના જંગલમા મૂકેલા પાજરામા હાહાકાર મચાવનાર આદમખોર દીપડો આખરે પાજરે પુરાયો હતો. વનવિભાગની મહેનત આખરે ફળી હતી. પાજરે પુરાતા અહીના સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમા દિપડાને પાવાગઢ ધોબીકુવા પાસેના રેસ્કયુ સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)