31 ડિસેમ્બર : રાત્રિ કરફ્યૂ વચ્ચે રાજકોટ સુધી પહોંચ્યા દારૂ ભરેલા બે ટ્રક અને પછી થઈ જોવા જેવી….

31 ડિસેમ્બર : રાત્રિ કરફ્યૂ વચ્ચે રાજકોટ સુધી પહોંચ્યા દારૂ ભરેલા બે ટ્રક અને પછી થઈ જોવા જેવી….
Spread the love

31 ડિસેમ્બર પૂર્વે રાજકોટના બૂટલેગરો દ્વારા મગાવવામાં આવેલો 40 લાખનો વિદેશી દાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા બે અલગ-અલગ સ્થળોએ કુવાડવા હાઈ-વે પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં એક દરોડામાં બે રાજસ્થાની શખસોને એસઓજીએ ઝડપી લીધા છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચના દરોડામાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દાનો જથ્થો 31 ડિસેમ્બર પૂર્વે ઘુસાડવામાં આવનાર હોવાની બાતમીના આધારે રાજ્યભરની પોલીસને સતર્ક કરવામાં આવી હતી એ દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીને મળેલી બાતમીના આધારે રાજકોટ-કુવાડવા હાઈ-વે પર બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. એસઓજીના પીઆઈ આર.વાય. રાવલ અને પીએસઆઈ અનિલ સોનારા અને તેમની ટીમે કુવાડવા ગામે દરોડો પાડીને 18,76,800ની કિંમતની 441 પેટી વિદેશી દારૂ સાથે બે શખસોની ધરપકડ કરી 33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ ભરેલો ટ્રક રાજસ્થાનના બાડમેરથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આટલો મોટો દાનો જંગી જથ્થો મગાવનાર બૂટલેગરની પોલીસે શોધખોળ શ કરી છે.

બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.કે. ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સાખડા અને તેમની ટીમે કુવાડવાના ગુંદા ગામે દરોડો પાડયો હતો જ્યાંથી 400 પેટી વિદેશી દાનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. જો કે, ક્રાઈમ બ્રાન્ચના દરોડામાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એક પેટીની 4800 લેખે કિંમત કરવામાં આવે તો 19 લાખનો દારૂ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યો છે. આમ, બે અલગ-અલગ દરોડામાં 40 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડયો છે. આટલો મોટો જંગી જથ્થો રાજસ્થાનથી રાજકોટ સુધી પહોંચી ગયો ત્યાં સુધી ગુજરાતભરમાં હાલમાં કરફયૂની સ્થિતિ વચ્ચે પણ એક પણ સ્થળે આ ટ્રકને રોકવામાં ન આવ્યો તે નવાઈની વાત છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

FB_IMG_1608819053019-1.jpg FB_IMG_1608819050385-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!