કરજણના કનિજા ગામમાં શિક્ષિકાએ પોતાના મોપેડને જ શાળાનો ક્લાસ રૂમ બનાવ્યો

કરજણના કનિજા ગામમાં શિક્ષિકાએ પોતાના મોપેડને જ શાળાનો ક્લાસ રૂમ બનાવ્યો
Spread the love

કોરોના મહામારીના લીધે હાલમા શાળા કોલેજો બંધ છે અને હાલમા શિક્ષકો ઓનલાઇન ક્લાસ ચલાવીને બાળકોને ભણાવે છે. તો ગામડાના ગરીબ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલની સુવિધા ન હોવાથી તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ ન હોય એવા વિદ્યાર્થીઓ અભ્યાસ વગર વંચિત રહી જાય છે, ત્યારે કરજણ તાલુકાના મેથી પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2માં પ્રજ્ઞાવર્ગમાં અભ્યાસ કરાવતા પ્રિયતમાબહેને કનિજા ગામમાં બાળકોના અભ્યાસ માટે પોતાની મોપેડ પર પ્રજ્ઞાનો વર્ગ જ બનાવી દીધો છે. મોપેડ પર વિવિધ ચાર્ટ અને બ્લેક બોર્ડ લટકાવી હાલતી ફરતી શાળા બનાવી મેથી ગામના બાળકો ને પ્રવૃતિ સાથે ભણતરનો અભ્યાસ કરાવે છે.

મેથી ગામમાં ઘરે ઘરે જઈને શિક્ષિકા શિક્ષણ આપે છે

રોજ પ્રિયતમાબેન શાળાના સમય દરમ્યાન ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અને સાથે સાથે કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખીને, ફરજિયાત માસ્ક પહેરીને અને વિદ્યાર્થીઓને પણ માસ્કા પહેરવીને 3-4 વિદ્યાર્થીઓને ભેગા કરી ભાર વગરનું શિક્ષણ આપે છે, જ્યારે કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અને વિદ્યાર્થીઓ પણ મેડમ આવતા એમની પાસે ભણવા બેસી જાય છે. આમ જેને શિક્ષણ આપવું અને જેને શિક્ષણ મેળવવું છે એ ગમે તે રીતે શિક્ષણ આપી શકે છે અને મેળવી પણ શકે છે. આમ પ્રિયતમાબેનની શિક્ષણ આપવાની વિદ્યાર્થીઓને ભણાવવાની ધગશ અને કાર્યનિષ્ઠ જો અન્ય શિક્ષકો પણ અપનાવે તો કોરોના કાળમાં પણ ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ )

FB_IMG_1609856677262-2.jpg FB_IMG_1609856681294-1.jpg FB_IMG_1609856671288-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!