ચોંકાવનારો રિપોર્ટ 2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી…!

ચોંકાવનારો રિપોર્ટ 2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી…!
Spread the love
  • વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં, છેલ્લાં 50 વર્ષમાં આવું પહેલી વખત બન્યું

દેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે, લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી, પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ફરી રહી છે, જેને કારણે દિવસની લંબાઈ 24 કલાકથી ઓછી થઈ ગઈ છે. પૃથ્વીની આ ગતિ છેલ્લાં 50 વર્ષમાં કોઈપણ સમયની તુલનામાં ઝડપી છે.

પૃથ્વી 24 કલાક પહેલાં એક ચક્કર પૂરું કરે છે

હવે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન છે કે આને કેવી રીતે સરખું કરી શકાય. હાલ ધરતી સામાન્ય ગતિથી વધુ ઝડપી ફરી રહી છે. પૃથ્વી 24 કલાક પહેલાં પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરી રહી છે. સામાન્ય રીતે પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે, પણ ગત વર્ષે જૂનથી માંડી અત્યારસુધીમાં પૃથ્વી પોતાની ધરી પર વધુ ઝડપી ફરી રહી છે, જેને કારણે પૃથ્વી પર હાજર તમામ દેશોનો સમય બદલાતો રહે છે. સાયન્ટિસ્ટને પોતપોતાની જગ્યા પર હાજર એટોમિક ક્લોકનો સમય બદલવો પડશે, એટલે કે આ વખતે સાયન્ટિસ્ટને નેગેટિવ લીપ સેકન્ડ પોતપોતાની વોચમાં જોડવો પડશે.

વર્ષ 1970થી અત્યારસુધીમાં કુલ 27 લીપ સેકન્ડ જોડવામાં આવી છે. બ્રિટિશ વેબસાઈટ ડેલી મેઈલમાં પ્રકાશિત એક સમાચાર પ્રમાણે, છેલ્લા ઘણા દાયકાથી પૃથ્વી 24 કલાકના સમય કરતાં વધુ સમય લઈને પોતાની ધરી પર ફરી રહી હતી, પણ ગત વર્ષે જૂનથી 24 કલાકથી પણ ઓછા સમયમાં એક ચક્કર લગાવી રહી છે. પૃથ્વી હાલ 24 કલાકમાં 0.5 મિલીસેકન્ડથી ઓછા સમયમાં ફરી રહી છે, એટલે કે અમારા 24 કલાકમાં 0.5 મિલીસેકન્ડ ઓછા થઈ ચૂક્યા છે.

આપણી સંચાર વ્યવસ્થામાં ઘણી તકલીફ આવી શકે છે

2020 પહેલાં સૌથી નાનો દિવસ 2005માં હતો, પણ છેલ્લા 12 મહિનામાં આ રેકોર્ડ કુલ 28 વખત તૂટ્યો છે. સમયનું આ પરિવર્તન માત્ર એટોમિક ક્લોક પર જ જોઈ શકાય છે, પણ આને કારણે ઘણી બધી મુશ્કેલી આવી શકે છે. આપણી સંચાર વ્યવસ્થામાં ઘણી તકલીફ આવી શકે છે, કારણ કે આપણા સેટેલાઈટ્સ અને સંચારયંત્ર સોલર ટાઈમ પ્રમાણે સેટ કરવામાં આવે છે. આ સમય તારા, ચંદ્ર અને સૂરજની સ્થિતિ પ્રમાણે સેટ કરવામાં આવે છે. તો આ તરફ નેશનલ ફિઝિકલ લેબોરેટરીના સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ પીટર વ્હિબબર્લીએ કહ્યું હતું કે આ વાત તો સાચી છે કે પૃથ્વી પોતાના નક્કી કરેલા સમયથી ઓછા સમયમાં એક ચક્કર પૂરું કરી રહી છે. આવું છેલ્લાં 50 વર્ષમાં પહેલી વખત બન્યું.

પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )

FB_IMG_1609924436036-2.jpg FB_IMG_1609924430273-1.jpg FB_IMG_1609924432821-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!