તલાટીના ઘરે ACBની ટ્રેપ :, એટલા રોકડા રૂપિયા મળ્યા કે અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ…!

તલાટીના ઘરે ACBની ટ્રેપ :, એટલા રોકડા રૂપિયા મળ્યા કે અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ…!
Spread the love

રાજસ્થાનમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરો સતત કામગીરી કરી રહી છે. વર્ષ 2020ના અંતિમ દિવસે પણ એન્ટી કરપ્શન બ્યૂરોએ 7 હજારની લાંચના કેસમાં એક તલાટીની ધરપકડ કરી હતી જયારે આ તલાટીના ઘરમાં તપાસ કરવામાં આવી તો અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. તલાટીના ઘરમાંથી 58. 50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. એક તલાટી પાસેથી આટલી મસમોટી રકમ જોઇને અધિકારીઓની આંખ પહોળી થઇ ગઇ હતી. માત્ર રોકડા જ નહીં પણ પ્રોપર્ટી અને જમીનના દસ્તાવેજ પણ એસીબીના અધિકારીઓને હાથ લાગ્યા છે. એસીબીના એડિશનલ સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ અનિલ પુરોહિતે કહ્યું હતું કે જેસલમેર જિલ્લાના પોકરણ સબ ડિવિઝનમાં તલાટીને રંગે હાથ લાંચ લેતા પકડી લેવામાં આવ્યો હતો.

નાચના વસાહતીકરણ તાલુકામાં કામ કરતા લક્ષ્‍મણ સિંહને ગુરુવારે એસીબીએ રૂપિયા 7000ની લાંચ લેતા તેના ઘરે જ પકડી પાડયો હતો. એ પછી એસીબીના અદિકારીઓએ તલાટીના ઘરની તપાસ કરી તો 58 લાખ 50 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા. ઉપરાંત પ્રોપર્ટીના દસ્તાવેજ પણ અધિકારીઓએ જપ્ત કરી લીધા હતા. એસીબીએ કહ્યું હતું કે લક્ષ્‍મણ સિંહે તેના ઘરના વાડામાં એક બેગની અંદર 43 લાખ 50 હજાર રૂપિયા રોકડા છુપાવી રાખ્યા હતા અને 15 લાખ રૂપિયા રોકડા તેના લોકરમાંથી મળી આવ્યા હતા. ઉપરાંત તપાસમાં જમીન અને પ્લોટના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. એસીબીના અધિકારીઓ દસ્તાવેજની તપાસ કરી રહ્યા છે અને તેની કેટલી સંપત્તિ છે તેની ગણતરી કરી રહ્યા છે.

રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ છેલ્લાં કેટલાંક દિવસમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કમર્ચારીઓને લાંચ લેવાના કેસમાં જેલના હવાલે કરી દીધા છે. તાજેતરમાં બારાંના તત્કાલીન જિલ્લા કલેકટર આઇએએસ ઇન્દ્રસિંહ રાવને પણ એસીબીએ એનઓસી માટે લાંચના કેસમાં ધરપકડ કરી હતી. તલાટી લક્ષ્‍મણ રાવ પાસેથી મળેલી રોકડ રકમ અને દસ્તાવેજો એસીબીએ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. એક તલાટી લેવલના વ્યકિત પાસે આટલી મોટી રકમ રોકડમાં મળતી હોય તો તેનો મતલબ એ થાય કે તેની અનેક અધિકારીઓ સાથે મિલી ભગત હોય શકે છે. એસીબી ઉંડાણથી તપાસ કરશે તો બીજા ભ્રષ્ટ્રાચારીઓના નામ પણ ખુલી શકે તેમ છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ )

20210106_205618.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!