જૂનાગઢ : વિસાવદર તાલુકાના કાકચિયાળા ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

જૂનાગઢ : વિસાવદર અને જુનાગઢ તાલુકાના ૮ ગામના ૪૧૭ ખેતી વિષયક વીજ જોડાણ માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજળી આપવાનો પ્રારંભ તારીખ ૧૦/૧/૨૦૨૧ થી કરાયો હતો. કિરીટભાઈ પટેલ ચેરમેન, માર્કેટિંગ યાર્ડ, જૂનાગઢ દ્વારા વિસાવદર તાલુકાનાં કાકચિયાળા ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડૂતોની આવક બમણી કરવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કિરીટભાઈ પટેલે કહ્યું કે, ખેડૂતો માટે દિવસે વીજળી આપવા સંપૂર્ણ માળખાકીય વ્યવસ્થા ઉભી કરવી પડે છે, વર્તમાન સરકારે તમામ કાર્યવાહી પૂરી કરી ખેડૂતોને દિવસે વીજળી મળતી થાય તેવી વ્યવસ્થા કરી છે.
પૂર્વ મંત્રીશ્રી કનુભાઈ ભાલાળાએ રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે તેમ જણાવી કહ્યું કે દિવસે વીજ પુરવઠો મળતા ખેડૂતોના રાતના ઉજાગરા બંધ થયા છે , કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે જ્યોતિગ્રામ યોજના ની જેમ જ ગ્રામ્ય વિસ્તાર માટે નવો યુગ લાવશે તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એન.જી. કારિયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમની રૂપરેખા નાયબ ઈજનેર વી.બી. નાગેશ્રી એ આપી હતી.
શ્રી ઘનશ્યામભાઈ ડોબરીયા,ઉપ પ્રમુખ નગરપાલિકા વિસાવદર, પીજીવીસીએલ નાયબ ઈજનેર પી. ડી.હીરપરા, કે.કે. અખેણિયા તથા અગ્રણીઓ વિરેન્દ્રભાઈ સાવલિયા નરેન્દ્રભાઇ કોટિલા, પરસોત્તમભાઈ ડોબરીયા, રામભાઇ સોજીત્રા, હરિભાઈ રીબડીયા, પરસોત્તમભાઈ પદમાણી, રમેશભાઈ મકવાણા, કમલેશભાઈ વાઘેલા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા .આભાર વિધિ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર એ.એમ. પાઘડારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ ઇજનેર એચ.એચ સોની એ કરેલ હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણદ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ