આજથી રાજ્યમાં ધોરણ 10-12ની શાળાનો પ્રારંભ

આજથી રાજ્યમાં શાળાનો ધોરણ ૧૦ અને ૧૨ ની શાળાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ આજે ૯ માસ બાદ શાળાએ અભ્યાસ માટે પહોંચ્યા છે,કોરોના કાળમાં શાળાઓ લાંબા સમયથી બંધ હતી ત્યારે રાજ્ય સરકારે કેટલાક નિયમો સાથે શાળા શરૂ કરવા ની જાહેરાત કરી છે આજ થી ગુજરાતની તમામ શાળાઓ ધમધમતી થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ ને આવકારવા માટે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ઉમરપાડાની આમલીડાબદા સરકારી શાળા પહોંચ્યા હતા,મંત્રી એ શાળાએ આવેલા વિદ્યાર્થીઓ ને આવકાર્યા હતા અને તેમને ફરી થી અભ્યાસ ની શરૂઆત કરવાની સાથે કોવિડ-19 ના નિયમો નું પાલન કરવા જણાવ્યું હતું.
નઝીર પાંડોર (માંગરોળ-સુરત)