ધનસુરા શ્રી ઓધવ વિદ્યામંદિરમાં ધોરણ 10ના વર્ગો શરૂ

- સરકારની ગાઈડલાઈન મુજબ વર્ગો શરૂ કરાયા
ધનસુરા શ્રી ઓધવ વિદ્યામંદિર ખાતે ધોરણ 10 ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા જેમાં સરકાર ધ્વારા 11 તારીખ થી શાળા કોલેજો શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેને લઈ ધનસુરાની શ્રી ઓધવ વિદ્યામંદિર માં ધોરણ 10 ના વર્ગો સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ શરુ કરવામાં આવ્યા હતા.સાથે સરકારશ્રી ની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું.
સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક જેવી બાબતો સાથે વર્ગો શરુ કરવામાં આવ્યા હતા. સાથે જો કોઈ વાલી વિદ્યાર્થી શાળા માં ન મોકલે તો તેના માટે ઓનલાઈન વર્ગો પણ શ્રી ઓધવ વિદ્યામંદિર માં શરુ થયેલ છે. ધોરણ 10 ના વર્ગો માં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.ઓધવ વિદ્યા મંદિર ના આચાર્ય જિજ્ઞેશભાઈ પટેલ અને મંડળના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ એ પટેલ સાહેબ તેમજ સંચાલક મંડળના અન્ય હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રિપોર્ટ : યાજ્ઞિક પટેલ