રાજકોટ : ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી માલવીયાનગર પોલીસ

રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ P.I કે.એન.ભુકણ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના P.S.I વી.કે.ઝાલા તથા સર્વેલન્સ સ્કવોર્ડના માણસો પેટ્રોલિંગ દરમિયાન ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજાની સંયુક્ત હકિકત બાતમી આધારે આંબેડકરનગર મેઈન રોડ બાબા સવીસ સ્ટેશન પાસે જાહેર રોડ ઉપરથી આરોપી કેતન ઉર્ફ મયલો પાલાભાઈ દાફડા ઉ. ૨૧ રહે. આંબેડકરનગર શેરીનં-૫ ગોંડલ રોડ રાજકોટ. ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮ કિ.૯૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.ભુકણ, વી.કે.ઝાલા, મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજા, મહેશભાઈ ચાવડા, રોહિતભાઈ કછોટ, હિતેશભાઈ અગ્રાવત નાઓએ કામગીરી કરેલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)