કડી શહેરમાં પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ

ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કડી શહેરમાં ખૂલેલી પતંગની હાટડીઓમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થયી રહ્યું છે.પોલીસ દ્વારા સતર્કતા રાખવા છતાં કેટલાક વેપારીઓ છાને છુપે ચાઈનીઝ દોરીનો વેપાર કરી રહ્યા છે. માનવ જિંદગી જોખમાય તેવી ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.કોરોના ગાઈડલાઈન પ્રમાણે ઉત્તરાયણના તહેવારોની ઉજવણી કરવા રાજ્ય સરકારે છૂટ આપી છે જેનાથી પતંગ રસિકોમાં ખુશીનો માહોલ છવાયેલો છે.
જોકે કડી શહેરમાં ઠેકઠેકાણે ખુલેલા પતંગ ની હાટડીઓમાં વધુ નફો કમાવવા ની લાલચમાં કેટલાક લેભાગુ વેપારીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું બેધડક વેચાણ કરી રહ્યા છે ત્યારે તંત્રના ચાઈનીઝ દોરીઓ પર પ્રતિબંધના દાવકાવા અહીં પોકળ સાબિત થયા છે છતાં જે સરકારના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જે પોલીસ પાલિકા તંત્રની છે તેઓ દ્વારા પણ આ બાબતે કોઈ ખાસ કાર્યવાહી ન કરવામાં આવતી હોઈ આજે કડી શહેર માં ઘાતકી નિવડનાર ચાઈનીઝ દોરી બેખોફ રીતે વેચાઈ રહી છે ત્યારે તંત્ર નિદ્રાધીન અવસ્થા માંથી જાગે અને કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.