લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા કોરોના વોરીયર્સ ડોકટરો-ધારાસભ્યનું સન્માન

- લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબી -માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્યને પુસ્તક અને મોમેન્ટો અર્પણ કરી સત્કારવામાં આવ્યા હતા ઉપરાંત ડોકટરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોરોનાના કપરા કાળમાં લોકોને જયારે ઘરે રહેવાના સમયમાં કોરોના વોરીયર્સ ડોકટરોએ લોકોને સતત માર્ગદર્શન આપી મહામારીથી સુરક્ષિત રાખવા પ્રયાસ કર્યા હોય જે કોરોના વોરીયર્સ ડોકટરોનું પણ સન્માન કરાયું હતું જેમાં ડો. જયેશ પટેલ, ડો. પ્રેયસ પંડ્યા ડો. સતીષ પટેલ, ડો. ભાવેશ ઠોરીયા અને ડો. કૌશલ ચીખલીયાને સન્માનિત કર્યા હતા સાથે જાહેર જનતાના લાભાર્થે લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા ફ્રી ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પનો ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન વિજયભાઈ સરડવાએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કુતુબ ગોરેયા, રવીન્દ્ર ભટ્ટ, સમીર ગાંધી, તુષાર દફતરી તેમજ ચંદ્રકાંતભાઈ દફતરી અને પ્રદીપભાઈ ભુવા સહિતના ઉપસ્થિત રહયા હતા
રીપોર્ટ :- જનક રાજા, મોરબી