મારામારીના ગુન્હામાં વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી LCB

મારામારીના ગુન્હામાં વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી LCB
Spread the love

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબઇન્સ. શ્રી આર.વી.ભીમાણી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર, જિલ્લા જેલ માંથી વચગાળાની રજા ઉપર ગયેલ કાચા કામનાં કેદીઓને સમયસર હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હોય. જે કેદીઓને તાત્કાલિક પકડી પાડી ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે સખત સુચના આપેલ.

આજરોજ પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રમ્ય વિસ્તારનાં અલગ-અલગ વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, ભાવનગર, જિલ્લા જેલનો કાચા કામનો કેદી અને વચગાળાના જામીન-રજા ઉપરથી ફરાર થયેલ આરોપી મગનભાઇ ઉર્ફે ઓઢાભાઇ લખમણભાઇ બારૈયા ઉ.વ.૫૬ ધંધો મજુરી રહે.ડુંડાસ,તા.મહુવા જી.ભાવનગર વાળો ડુંડાસ ગામે બાપા સીતારામની મઢીએ હોવાની હકીકત મળતા મહુવા તાલુકાના ડુંડાસ ગામે બાપા સીતારામની મઢીએ આરોપીની તપાસ કરતા હાજર મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી મહુવા જનરલ હોસ્પિટલમાં કોરોના અંગે ટેસ્ટ કરાવતાં જે રીપોર્ટ નેગેટીવ આવતાં ભાવનગર જિલ્લા જેલ ખાતે બાકી રહેતી સજા ભોગવવા સારુ મોકલી આપવામાં આવેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી. જાડેજા સાહેબની તથા પો.સ.ઇ. શ્રી આર.વી.ભીમાણી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના હેડકોન્સ. જે.આર. આહિર તથા પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

દાદુભાઈ આહિર

IMG-20210111-WA0039.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!