સોમનાથ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનો 19 જાન્યુઆરી મંગળવારે જન્મદિવસ

Spread the love

સુરતના પ્રાચીન ઇતિહાસના વાસણમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ૧૯ જાન્યૂઆરીએ સાત દાયકાની સફર ઓટી ૭૨ માં વર્ષમાં પ્રવેશસે ઇતિહાસ
વેરાવળ જુનાગઢ સ્ટેટ તરફથી તારીખ ૧, ૯, ૧૯૩૪ના રોજ શહેર સુધરાઇ આપવામાં આવી પરંતુ જેના પ્રમુખ તરીકે વેરાવળ પોર્ટ ઓફિસર બન્યા અને બાકીના સભ્યો ની પણ સ્ટેટ તરફથી નિમણૂક કરવામાં આવી અને ૧૯૪૭ માં દેશ સ્વતંત્ર થતાં જુનાગઢ રાજ્યનું ભારતીય સંઘ સાથે જોડાણ હતા અને ૧૯૫૦ માં વેરાવળ અને પ્રજાકીય શહેર સુધરાઇ આપવામાં આવી જેમાં ચૂંટણી દ્વારા સભ્યોની પસંદગી થતી તેના પ્રથમ પ્રમુખ તરીકે વકીલ હીરાચંદ કે ગાંધીએ તારીખ ૧૯,૧,૫૦ ના રોજ ચાર્જ સંભાળ્યો ત્યારે શહેરનો વિસ્તાર ૯.૦૧૬ ચો.કિલોમીટર હતો.

વસ્તી ૭૫૫૨૦ અને ૧૯૭૧ વસ્તી ગણતરી મુખ્ય હતી જ્યારે ૧૮૯૧ માં કુલ વસ્તી ૧૫૩૩૯ હતી જેમાં પુરુષો ૭૭૨૬ મહિલાઓ ૭૬૧૩ અને ૧૯૦૧ માં કુલ વસ્તી ૧૬૬૭૫, જ્યારે ૧૯૧૧માં ૧૫૫૬૩, ૧૯૨૧ માં ૧૯૩૬૫, ૧૯૩૧ માં ૨૨૧૬૪, ૧૯૪૧ માં ૩૦૨૭૫, ૧૯૫૧ માં ૪૦૩૭૮, ૧૯૬૧ માં ૪૬૯૩૦, ૧૯૮૧ ની ગણત્રી ૮૪૮૪૦ વસ્તી હાલ અંદાજે પોણા બે લાખ વસ્તી ૧૯૭૧ માં પ્રભાસ પાટણ નગરપાલિકા નું વેરાવળ સાથે જોડાણ થયું અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બની. નગર પાલિકાના ઇતિહાસમાં તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ નું વેરાવળ ગાર્ડનમાં ગાર્ડન પાર્ટી આપી ખાસ સન્માન કરાયું હતું કાલિકા અનેકવાર સુપર સીડ પણ થઈ છે અને વહીવટી દાર શાસન પણ આવેલું છે હાલ બોર્ડની મુદત પૂરી થયેલ હોય નવા પ્રમુખ નિયુક્ત સુધી વહીવટદાર શાસન છે.

જે ૧૭ મી વખત છે અગાઉ ૧૬ વખત વહીવટદાર શાસન આવી ચુકેલ છે એક સમયે રાજ્યભરમાં નગરપાલિકા ચૂંટણી ઓમા જ્યારે ભાજપનો કેસરીયો લહેરાયો હતો. ત્યારે એકમાત્ર વેરાવળમાં જનજાગૃતિ મંચને તોતિંગ બહુમતી મળી હતી જેનું આશ્ચર્ય રાજ્યભરમાં થયું હતું ઇતિહાસમાં પાલિકા ચૂંટણીમાં કોઇ ને કોઇ વર્ષે એક જ પરિવારના પિતા બે પૂત્રો અને પૂત્રવધુ ચૂંટણીમાં વિજેતા બની પ્રમુખ-ઉપપ્રમુખ કે પદ વીરાજી ચૂક્યા છે નગરપાલિકા ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ૧૯૯૮ માં ભાનુબેન કુહાડા ચુંટાઈ આવેલ હતા. ગાર્ડન હિરણ 2 ડેમ પાણી સુવિધા લાઇબ્રેરી નગરપાલિકાની નવી કચેરી જીમખાના નગરપાલિકાના પૂર્વ શાસકોની ભેટ છે નવી ચૂંટણીમાં વિજેતા થનાર માટે પ્રજાની ઘણી જ અપેક્ષાઓ છે અને સમસ્યાઓ ઉકેલાય તેવી આશાઓ છે.

અહેવાલ : મીનાક્ષી ભાસ્કર વૈદ્ય

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!