રાજકોટમાં GST વિભાગનો ઇન્ચાર્જ અધિકારી ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયો

*રાજકોટ શહેર તા.૨૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર બહુમાળી ભવનના ચોથા માળે આવેલી વાણીજ્ય વેરા કચેરીમાં A.C.B છટકુ ગોઠવ્યું હતું. દરમિયાન ફરિયાદી પાસેથી મનોજ મદાણીએ ૨૦ હજારની લાંચ લેતો રંગે હાથ ઝડપી લીધો હતો. મનોજ મદાણી ક્લાસ-૨ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. આજે A.C.B ની ટ્રેપમાં ૨૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા બાદ A.C.B એ મનોજ મદાણીના ઘરે દરોડા પાડ્યા છે. અધિકારી પાસેથી અપ્રમાણસરની મિલકત શોધવા માટે તેમના ઘરે A.C.B એ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ફરિયાદીને ખાનગી પેઢીને આક્ષેપિત કચેરી તરફથી વેલ્યુ એડેડ ટેક્સના આકારણી વર્ષ-૨૦૧૬-૧૭ના વર્ષના ભરાયેલા ટેક્સના રિફંડના રૂપિયા આશરે ૯,૭૦,૦૦૦ વ્યાજ સહિત મળવાપાત્ર હતા. પરંતુ આ નાણા ચૂકવવા માટેનો આક્ષેપિત કચેરીમાંથી થયેલા હુકમ આપવાની અવેજ પેટે મનોજ મદાણીએ ફરિયાદી પાસે ૨૦ હજારની માગણી કરી હતી. ફરિયાદીએ રાજકોટ A.C.B માં ફરિયાદ કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોતા. આથી તેઓએ રાજકોટ A.C.B માં ફરિયાદ કરી હતી. દરમિયાન ફરિયાદી પાસેથી મનોજ મદાણીએ ૨૦ હજારની લાંચ લેતો રંગે હાથ ઝડપી લીધો હતો. A.C.B એ મનોજ મદાણી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*