જૂનાગઢ પોલીસે ઝડપી પડેલ આરોપી આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની હકીકત સામે આવી
જૂનાગઢ રેન્જના *ડી.આઈ.જી. શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લામાં *ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા* જિલ્લાના તમામ થાણા અમલદારોને *ખાસ સુચનાઓ* કરવામાં આવેલ છે…._
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ.મોરી, પો.કો. વિક્રમભાઈ, કરણસિંહ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે *તાજેતરમાં વાહન ચોરીના કેસમાં પકડાયેલા* આરોપી વિરુદ્ધ *પોકેટ કોપ એપ્લિકેશન* નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો…._
તાજેતરમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ *આરોપી વિજય વલ્લભભાઈ પેથાણી જાતે પટેલ ઉવ. 35 રહે. બરડીયા ગામ તા. વિસાવદર જી. જૂનાગઢ* ની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં કોઈપણ ગુન્હામાં પકડાયેલા નહીં હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી વિજય વલ્લભભાઈ પેથાણી જાતે પટેલ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ.મોરી, પો.કો. વિક્રમભાઈ, કરણસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા *આરોપી વિજય વલ્લભભાઈ પેથાણી જાતે પટેલ* અંગે *પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ* કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી વિજય વલ્લભભાઈ પેથાણી જાતે પટેલ *2015 ની સાલમાં અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈ, ખંડણીના એક અને ચલાલા પોલીસ સ્ટેશન ખાતે મરવા માટે મજબૂર કરવાના ઇપીકો કલમ 306 ના એક ગુન્હામાં એમ બે ગુન્હામાં, 2016ની સાલમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી ના ગુન્હામા, સહિતના કુલ 03 ગુન્હાઓમાં પકડાયેલ આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ* હતું. વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, *પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં* મુકાઈ ગયેલ હતો. *પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીઓએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચરેલાની કબૂલાત* કરવામાં આવેલ છે. ઉપરાંત પકડાયેલ આરોપી અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લા તથા જૂનાગઢ જિલ્લામાં પકડાયેલ હોવાનું ખૂલેલ હતું. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પકડાયેલ આરોપી જૂનાગઢ ઉપરાંત, ગીર સોમનાથ જિલ્લા, અમરેલી જિલ્લા, વિગેરે જિલ્લાઓમાં પકડાયેલ તેમજ *આંતર જિલ્લા ગુન્હેગાર* હોવાની હકીકત *પોકેટ કોપ એપ્લિકેશન* દ્વારા જાણવા મળેલ હતી .._
આમ, *પોકેટ કોપ એપ્લિકેશન* દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે *વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત* થયેલ છે…_
રિપોર્ટ
અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ