મોરબીમાં 28 ફેબ્રુઆરીએ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી : 2 માર્ચે મતગણતરી

મોરબી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.જેથી આજથી જ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનાર છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.
જેથી મોરબી જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની આગામી તા.28ના રોજ ચૂંટણી યોજનાર છે. બાદમાં તા.2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ચૂંટણી હાલ જાહેર થઈ હોય મોરબી જિલ્લામાં અત્યારથી જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.
ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી જાહેર થયાની તારીખ : 23 જાન્યુઆરી
જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ : 8 ફેબ્રુઆરી
ઉમેદવારી પત્રો ભરવા માટેની તારીખ : 13 ફેબ્રુઆરી
ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ : 15 ફેબ્રુઆરી
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ : 16 ફેબ્રુઆરી
મતદાનની તારીખ : 28 ફેબ્રુઆરી
પુનઃ મતદાનની તારીખ ( જરૂર હોઈ તો) : 1 માર્ચ
મતગણતરીની તારીખ : 2 માર્ચ
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ : 5 માર્ચ
રીપોર્ટ :- જનક રાજા, મોરબી