વડોદરા ઝાલા ગામેફેનસિંગના ફોટા બાબતે મનદુઃખ રાખી સિક્યુરિટી મેનને માર માર્યો
વડોદરા ઝાલા ગામે આર.ઓ. પ્લાન્ટમાં સીક્યુરીટી તરીકે નોકરી કરતા રાજનર્સીહ વજેર્સીહ બારડ નોકરી દરમ્યાન બપોરના વડોદરા ઝાલા ગામ ના હરેશભાઇ હમીરભાઇ ઝાલા તથા હરેશભાઇ તખુભાઇ ઝાલા તથા પ્રકાશભાઇ બચુભાઇ મોરી તથા અન્ય ત્રણ અજાણયા માણસો એ આવી જેમાં હરેશભાઈ હમીરભાઇ ઝાલાએ કહેલ કે તુ કેમ તુટેલી ફેન્સીંગ તથા ટ્રેકટરના સીલા તથા રેતી ચોરી થવા બાબતના ફોટો આ આર,ઓ, પ્લાન્ટના કંપનીના અધિકારીઓને કેમ મોકલાવેલ છે. જેથી કંપનીમાં સીક્યુરીટી તરીકે અહીયા રહેલ છું.
મારે આ તુટેલી ફન્સી સ હોય જેથી મે ફોટો મોકલાવેલ હતા તેમ કહેતા આ હરેશભાઇ હમીરભાઇ ઝાલા તથા અન્ય પાચ માણસો મને એક સા થે ભુંડી ગાળો દેવા લાગેલ તેથી મે ગાળો બોલવાની ના પાડતા આ છએ જણા મને લાકડી તથા ધોકાઓ વડે શરીરે આડેધડ ઢોરમાર મારવા લાગેલ. ગળામા પહેરેલો સોનાનો અઢી તોલાનો ચેઈન પહેરેલ હતો તે જપા જપી દરમ્યાન કયાંક નીચે પડી ગયેલ હતો. આ બાબતે ઉપરોક્ત શખસો સામે સૂત્રાપાડા પોલીસ ફરિયાદ કરતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : ચેતન અપારનાથી