ભાજપ પ્રમુખ પાટીલનાં ઘરમાં જ સાંસદ પ્રભુ વસાવાની બેંકની ચૂંટણીમાં કારમી હાર

સુરત ડિસટીક બેન્કની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરતાં ત્રણ બેઠક પર ટાઈ થતાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા. હાલની સટ્ટાઘારી પેનલ નાં સભ્યો ચૂંટાઈ આવ્યાં છે પરંતુ ભાજપનાં માંડવી સાંસદ પ્રભુ વસાવા અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ ની કારમી હાર થઈ છે. સુરત ડિસટીક બેન્ક ની ચૂંટણીની ૧૮ બેઠકોમાંથી ૫ બેઠક બિન હરીફ જાહેર થયા બાદ બાકીની ૧૩ બેઠક પર ચૂંટણી યોજાતા ૯૭.૬૦ ટકા જેટલું મતદાન થયું હતું મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ત્રણ બેઠક પર ટાઇ થતાં ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરાયાં હતાં.
રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)