વિસાવદર : કાલસારી ગામે કુવામાં ભેખડ ધસી પડતાં એક મજુરનું મોત

Spread the love

વિસાવદર ના કાલસારી ગામે રહેતા ડાયાભાઇ નારણભાઇ ભાયાણી ઉંમર વર્ષ 65નાઓ મજૂરી કામ કરીને પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવતા હોય ત્યારે આજરોજ ડાયાભાઇ કાલસારીના ખેડૂત રધુભાઈ નારણભાઇ સરધારાની વાડીયે મજૂરી કરવાગયેલ અને રધુભાઈ ની ખેતીની જમીનમાં વાડી બુરવાનું કામ કરતા હોય ત્યારે ઉપરથી માટીની ભેખડ પડતા ડાયાભાઇ નીચે દબાઇગયેલ ત્યાર બાદ આજુબાજુ વાડીવારા ઘટના સ્થળે પહોંચીને ડાયાભાઇ ને માટીનીચેથી કાઢતા ડાયાભાઇ નુ શરીર કોઈપણ જાતનું હલન ચલન કરતું ન હોય એટલે કાલસારી સરપંચ ભાયાણી દ્વારા ડાયાભાઇને વિસાવદર સરકારી હોસ્પિટલ સારવાર માટે ગયેલ.

ત્યારે ફરજ પરના ડોક્ટર ગરચર દ્વારા મૂર્ત જાહેર કરેલ મરણ જનાર ડાયાભાઇ ને બેદિકરા હોય તેમાં મોટોદીકરો ભાવેશ ઉંમર 38કાલસારી માંજ મજૂરીકરીને પિતાને આર્થિક સહિયારો આપતો હોય અને નાનો દીકરો સંજય ઉંમર 32વર્ષ અમદાવાદ હીરા ધસવાનું કામ કરતો હોય ત્યારે અચાનક પિતાના મુર્ત્યું ના સમાચાર મળતા પરિવાર મા ગમગમીનતા છવાય ગયેલ હોય અત્યારે તો વિસાવદર પોલીસ દ્વારા એડી ગુનો દાખલ કરીને વધુ તપાસ વિસાવદર પોલીસ ના હેડ કોન્સ્ટેબલ વી જે વીકમાં ચલાવી રહેલ છે.

રિપોર્ટ : હરેશ મહેતા (વિસાવદર)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!