વિસાવદર : ડુપ્લીકેટ બીડી તેમજ તમાકુના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જૂનાગઢ SOG

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટી ની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા મા ચાલતી ગેરકાયદેસર પ્રવુતિ ઉપર અંકુશ લાવવા અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા સૂચન કરેલ જેથી ગેરકાયદેસર પ્રવુતિ શોધીકાઢવા અને ગુનાઓ બનતા અટકાવવા એસઓજી જૂનાગઢના પીઆઈ એચ. આઈ. ભાટી તથા પીએસઆઈ જે. એમ. વાળા તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નસિલહોય ત્યારેઆજરોજ એસઓજીને લગતા કામ સબબ પેટ્રોલિગ મા હોય ત્યાર સ્ટાફ ના મહેન્દ્રભાઈ તેમજ એચ સી મજીદ ખાનને બાતમી મળેલ.
વિસાવદર પોસ્ટ ઓફિસ પાછળ શિવ શક્તિ નામના મકાનમાં ગેર કાયદેસર બીડી તેમજ તમાકુનું વેચાણ થય રહેલ છે ત્યારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા મકાન માલિક પ્રવીણ ઉર્ફ પિન્ટુ હરિભાઈ દેવાણીને 52480/બાવન હજાર ચારસો એસીના મુદામાલ સાથે ધરપકડ કરીને કાયદેસર ની કાર્ય વાહિકરવામાં આવેલ પકડાયેલ આરોપી પાસેથી પોલીસ ટિમ દ્વારા જુદી જુદી કમ્પની ની બીડી ગુટકા તમ્બાકુ પણ કબ્જે કરેલ અને વિસાવદર પોલીસ દ્વારા સી આર પી સી 41/1ડી મુજબ ની કાર્યવાહી કરીને આરોપીને અટક કરેલ આ રેડ ની કામગીરીમાં એસ ઓ જીટીમના પીઆઈ તેમજ પીએસ આઈ તેમજ ટીમના કોડિયાતર તેમજ એએસ આઈ કુવાડીયા તેમજ ધર્મેશ વાઢેર તેમજ એસ ઓજીની ટિમ કામ ગીરીમાં જોડાય હતી
રીપોર્ટ : હરેશ મહેતા (વિસાવદર)