દાહોદ : મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ઓન લાઈન પ્રવેશનો 7મો રાઉન્ડ

મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૦ અંતર્ગત ખાલી રહેલી બેઠકો ભરવા માટે સાતમા રાઉન્ડના ઓન લાઈન પ્રવેશની કામગીરી તા. ૦૫-૦૨-૨૦૨૧ થી શરૂ કરવામાં આવી છે. પ્રવેશ ફોર્મ મહિલા આઇ.ટી.આઇ. દાહોદ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા. ૧૧-૦૨-૨૦૨૧ સાંજે ૬.૦૦ કલાકે તેમજ સંસ્થા ખાતે મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ કરવાની તા. ૧૧-૦૨-૨૦૨૧ છે , સંસ્થા ખાતે રુબરુ મુલાકાત અને પ્રવેશ આપવા અંગે ની કાર્યવાહી તા. ૧૨-૦૨-૨૦૨૧ થી ૧૫-૦૨-૨૦૨૧ ના રોજ કરવામા આવશે , પ્રવેશ મેળવવા ઈચ્છતી મહિલાઓ એ મહિલા આઇ.ટી.આઇ. દાહોદનો સંપર્ક કરવા દાહોદની મહિલા આઇટીઆઇના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
રીપોર્ટ : નિલેશ આર. નિનામા