મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે પાણીની કુંડીમાં પડી જતા બાળકીનું મોત
મોરબીના કૃષ્ણનગર(કોયલી) ગામે રહેતા પરિવારની દોઢ વર્ષની દીકરી વાડીમાં પાણીની કુંડીમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબીના કૃષ્ણનગર(કોયલી) ગામે રહેતા મહેશભાઈ કટારીયાની દોઢ વર્ષની દીકરી કનિષ્ઠા વાડીમાં પાણીની કુંડીમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
રીપોર્ટ : જનક રાજા, મોરબી