વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે જયેશભાઈ ઓઝાની બિનહરીફ વરણી

શહેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે ગત કાલ રાત્રે વાંકાનેર શહેર તથા તાલુકા નાં સમસ્ત બ્રહ્મસમાજ ની મીટીંગ મળી હતી જેમાં સમાજના સંગઠન તથા પ્રમુખપદ ની નિમણૂકનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ મા ગુજરાત બ્રહ્મસમાજના આગેવાન જીતુભાઈ મહેતા , સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના આગેવાન ભુપતભાઈ પંડ્યા , અનિલભાઈ મહેતા , હસુભાઈ પંડ્યા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં વાંકાનેર બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે જયેશભાઈ ઓઝા ની નિમણુક કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે વાંકાનેર બ્રહ્મસમાજના ગાયત્રી શક્તિપીઠ ના અશ્વિનભાઈ રાવલ , ઔદિચ્ય બ્રહ્મસમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ , બ્રહ્મસમાજના યુવા અગ્રણી તેજસ જાની , ધમા મહારાજ , મેહુલભાઈ , બાબુભાઈ રાજગોર, મોહનભાઈ રાજગોર , પ્રશાંતભાઈ ઉપાધ્યાય, પ્રમોદભાઈ અત્રી , રાજુભાઈ રાવલ , શૈલેષભાઈ ભટ્ટ સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સમાજના પ્રશ્નો , સંગઠન તથા હોદેદારોની નિમણૂક સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગને સફળ બનાવવા માટે ભરતભાઈ ઓઝાએ જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ : જનક રાજા, મોરબી