મોરબીના ચરાડવા ગામે સગીરાનો વિડીયો ઉતારી “બળજબરી” કરનારની ધરપકડ

Spread the love

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને તેણીનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને બાદમાં તે વિડીયોની આડમાં સગીરાનું શોષણ કરવામાં આવ્યુ હોય ગુનો નોંધાવા પામ્યો હતો. જે બનાવમાં હળવદ પોલીસે એક ઈસમની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

હળવદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચરાડવામાં રહેતા એક પરિવારની દીકરીનો મોબાઇલ વડે વિડીયો ઉતાર્યા બાદ તેણીની સાથે બળજબરીથી સગીરાની સાથે “સંબંધ” બાંધવામાં આવ્યો હતો જે અંગે ભોગ બનનાર સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી હાલમાં હળવદ પીઆઇ દેકાવાડીયાએ અપહરણ, ધાક-ધમકી અને પોકસો એકટની કલમો હેઠળ વિશાલ પ્રવીણભાઈ એરવાડીયા જાતે પટેલ (૨૦) રહે.ચૈતન્યનગર ચરાડવા હળવદ તા.જી.મોરબીની ધરપકડ કરેલ છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Janak Raja

Janak Raja

Right Click Disabled!