ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 8 સંક્રમિત કેસ

ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 8 સંક્રમિત કેસ
Spread the love

જિલ્લામાં નવા 8 લોકો સંક્રમિત થતાં કુલ આંકડો 7991 થયો છે. જ્યારે વધુ 8 દર્દીઓ સાજા થતાં કોરોનાને હરાવનારનો આંકડો 7213 થયો છે. આથી જિલ્લામાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 181 જ છે. જોકે મોતનો સિલસિલો અટકી જતા સોમવારે પણ સારવાર લેતા કોરોનાના એકપણ દર્દીનું મોત નહી થતાં આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે. કોરોનાથી સંક્રમિત કેસોમાં મનપા વિસ્તારમાંથી 4, ગાંધીનગર તાલુકામાંથી 2 તેમજ કલોલ અને માણસામાંથી 1-1 કેસ નોંધાયા છે.

મનપામાંથી 4, ગાંધીનગર તાલુકામાંથી 2 અને કલોલ તેમજ માણસમાંથી 1-1 કેસ નોંધવા પામ્યો છે. જેમાં મનપા વિસ્તારમાંથી નવા 4 કેસમાં સેક્ટર-26માંથી 50 વર્ષીય વેપારી, 40 વર્ષીય યુવાન, સેક્ટર-3ની 22 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-23ના 28 વર્ષીય ડેન્ટીસ્ટ સંક્રમતિ થયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 15 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

જ્યારે જિલ્લાના ગાંધીનગર તાલુકામાંથી નવા 2 કેસમાં રાંધેજાની 23 વર્ષીય વિદ્યાર્થીની, મગોડીની 52 વર્ષીય ગૃહિણી કોરોનાગ્રસ્ત થઇ છે. જ્યારે કલોલ નગરપાલિકા વિસ્તારમાંથી 43 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. ઉપરાંત માણસા નગરપાલિકાની 25 વર્ષીય યુવતી કોરોનામાં સપડાઇ છે. તમામ દર્દીના સારવાર હેઠળ છે, તેમજ તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરાયા છે.

IMG-20210210-WA0022.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!