ડભોઇ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અભિયાન

હાલ આવનારી સ્થાનિક સ્વરાજ નગરપાલિકાની ચૂંટણી તથા જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીને લઈ મતદાન જાગૃતિ ના અધિકારીઓ દ્વારા મતદાન જાગૃતિ ના સેમિનાર યોજી મતદાતાઓને પૂરતો માર્ગદર્શન અપવામાં આવ્યો.જ્યારે ચૂંટણીઓ થોડાક જ સમયમાં યોજાવાના ભણકારા સંભળાઈ રહ્યા છેતેવામાં જિલ્લા આયુર્વેદ અધિકારી અને મતદાન જાગૃતિ ના જિલ્લા નોડલ અધિકારી શ્રી સુધીર જોશી મતદાન જાગૃતિ વિભાગના નાયબ મામલતદાર પ્રવીણ સિંહ ડોડીયા તથા સાયન્સ કોલેજમાંથી સુનિલભાઈ તેમજ બારીયા સાહેબની ઉપસ્થિતિમાં આ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાતાઓને પોતાનો વોટ આપવાની પ્રેરણા સલાહ સૂચનો અને સમજણ આપવામાં આવી હતી.
સાથે આ મિશનમાં સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો જેમાં લાયન્સ ક્લબ માંથી બંકિમ પુરોહિત, પિયુષ શુક્લા, ડભોઇ શિક્ષક મંડળમાંથી જેમીન ભાઈ પટેલ, પ્રવીણ સિંહ સિહોરા તથા ગુડ મોર્નિંગ ગ્રુપના હોદ્દેદારો માં હિતેશ પટેલ,સુરેશ પટેલ તેમજ સિનિયર સિટીઝન, વેપારી મહાજન મંડળ, પેન્શનર મંડળ જેવી એનજીઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને લોકો પોતાનું કીમતી મત નું મતદાન કરે તેમજ નવા મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવું તથા આપણું ભવિષ્ય અને આપણો નેતા ચૂટવો અને મતદાતાઓ માં મતદાન જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવા માટે નિષ્પક્ષ અને નિષ્ઠાપૂર્વક શપથ લેવામાં આવ્યા.