જૂનાગઢ : ચિલજડપ કરી નાસેલ આરોપી મુદામાલ સાથે ઝડપાયો

જૂનાગઢ રેંજના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા જુનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા જિલ્લા પંચાયત્ત ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોય, જુનાગઢ પોલીસને દરેક સમયે સતર્કતા દાખવી, કામગીરી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે…._
આજરોજ એમ.જી.રોડ ઉપર ફરિયાદી ધીરુભાઈ મોરારજીભાઈ પીઠવા લુહાર કે જેઓ કપડાની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતા હોય, આંગડિયા પેઢીમાં રૂ. 25,000/- લઈને પાછા આવતા સમયે, જૂની સિવિલ હોસ્પિટલ નજીક બે અજાણ્યા ઈસમોએ મોટર સાયકલ ઉપર પાછળથી આવી, રૂ. 25,000/- ભરેલ થેલી ચિલઝડપ કરી, નાસવા જતા, દેકારો થતા, લોકો ભેગા થતા, આ બાબતની જાણ પેટ્રોલિંગમાં રહેલ એ ડિવિઝન પોલીસ સ્ટાફના હે.કો. માલદેભાઈ, અનકભાઈ, સહિતની ટીમને થતા, તાત્કાલિક ત્યાં પહોંચી, *આ બાબતે સતર્કતા દાખવી,* એક આરોપી તથા મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતા…._
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પીઆઈ આર.જી.ચૌધરી, હે.કો. માલદેભાઈ, દિનેશભાઇ, સંજયભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, પ્રવીણભાઈ, સુભાષભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપી એજાજ ગફારભાઇ ભટ્ટી જાતે પિંજારા રહે. નાથીબુ મસ્જિદ પાછલ, સુખનાથ ચોક, જૂનાગઢની પૂછપરછ કરતા, રૂપિયા લઈને નાસી ગયેલ આરોપી હસન ઉર્ફે ઠુઠો બુધાભાઈ ગામેતી રહે. માત્રી રોડ, કુંભારવાડા, જૂનાગઢ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ હતું. *બનાવ બનતાની સાથે જ પોલીસ પહોંચી જતા, પોલીસની સતર્કતાના કારણે આરોપી તથા ગુન્હામાં વાપરેલા સુઝુકી બર્ગમેન મોટર સાયકલ પકડાઈ ગયેલ* હતા. પોલીસ સ્ટાફની *સતર્કતા ના કારણે ચીલઝડપના આરોપી પકડી પાડવામાં આવેલ* હતો. પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોટર સાયકલના એન્જીન ચેસીસ નમ્બર આધારે મોટર સાયકલની પણ તપાસ હાથ ધરવામાં આવેલ છે……_
આમ, એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ આરોપી એજાજ ભટ્ટી તથા નાસી ગયેલ આરોપી હસન ગામેતી વિરુદ્ધ ફરિયાદી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવતા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફની ટીમ દ્વારા નાસી ગયેલ આરોપી હસન ગામેતીને પકડી પાડવા તથા રૂ. 25,000/- કબજે કરવા તપાસ હાથ ધરી છે… .._
રિપોર્ટ
અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ