અમરેલીનાં જુદા-જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ફલેગમાર્ચ યોજાઈ
અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સુચના અનુસાર અમરેલી સીટી પોલીસ ઘ્વારા આગામી સમયમાં ચૂંટણીનાં અનુસંધાને અમરેલી પોલીસ ઘ્વારા અમરેલીનાં જુદા જુદા વિસ્તારો જેમ કે રાજકમલ ચોક, ઈન્દિરા શાકમાર્કેટ, હરિરોડ, ટાવર ચોક, હવેલી રોડ, નાગનાથ મંદિર જેવા કે અન્ય માર્ગો પર ફલેગ માર્ચ યોજવામાં આવી. તેમાં હાજર અધિકારી સીટી પીઆઈ ચૌધરી, પીએસઆઈ વી.વી. પંડયા, પીએસઆઈ એમ.પી. પંડયા તથા પોલીસ સ્ટાફ ઘ્વારા અમરેલીની જુદા જુદા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.
રિપોર્ટર : નિલેષ પરમાર (અમરેલી)