રાણપુરમાં ડોક્ટર એસોસીએશન દ્રારા પ્લાસ્ટીક સર્જરી વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર ચિંતન પટેલ દ્રારા રાણપુર તાલુકાના ડોક્ટરોને પ્લાસ્ટીક સર્જરી વિશે વિસ્તૃત માહીતી આપી.
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સીરી હોટેલ ખાતે રાણપુર તાલુકા ડોક્ટર એસોસીએશન નો પ્લાસ્ટીક સર્જરી વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો.જેમાં અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર ડો.ચિંતન પટેલ દ્રારા રાણપુર તાલુકાના ડોક્ટરોને પ્લાસ્ટીક સર્જરી વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.જેમાં ચેહરાને લગતા તમામ પ્રકારની પ્લાસ્ટીક સર્જરી વિશે ડોક્ટરો ને માહીતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાણપુર શહેર ડોક્ટર એસોસીએશનના પ્રમુખ ડો.ધારાબેન ત્રિવેદી,ઉપ પ્રમુખ અલ્તાફભાઈ મોદન,ડો.ચંન્દ્રેશભાઈ ત્રિવેદી,ડો.સંજયભાઈ અગોલા,ડો.સૌરભભાઈ દવે,ડો.કૌશિકભાઈ જાદવ,ડો.પુજારા,ડો.ઉમટ સહીત રાણપુરના તમામ ડોક્ટરો તેમજ રાણપુર મેડીકલ એસોસીએશનના સભ્યો હાજર રહ્યા હતા.અને પ્લાસ્ટીક સર્જરી વિશે માહીતી મેળવી હતી….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર