ભાજપના ઉમેદવાર અને કોંગી આગેવાનની વચ્ચે ઝપાઝપી બાદ છુટા હાથની મારામારી

- ગઇકાલે ધમકી બાદ આજે સામા મળી જતા ચુંટણીની બાબતે ભાજપના દેવાભાઇ અવાડીયા અને કોંગ્રેસના કનુભાઇ લાડવા વચ્ચે જામી પડી
મોરબીના સામાકાંઠે આવેલા લાલબાગ સેવાસદન ખાતે આજે તા.૧૫-૨ ના રોજ સવારે બારેક વાગયાના અરસામાં નગરપાલિકાના વોર્ડ નંબર-૧ ના ભાજપના ઉમેદવાર અને તે વિસ્તારના કોંગી આગેવાનની વચ્ચે ઝપાઝપી બાદ છુટા હાથની મારામારી થતા પોલીસે દરમ્યાનગીરી કરી મામલો શાંત કર્યો હતો. જાણવા મળી રહેલી વિગતો મુજબ મોરબી નગરપાલિકાની ચુંટણીના અનુસંધાને વોર્ડ નંબર-૧ ના ભાજપ અને કોંગ્રેસ આગેવાનોની વચ્ચે સામાકાંઠે સેવાસદન ખાતે માથાકુટ થઇ હતી.
મોરબીના લાલબાગમાં આવેલા તાલુકા સેવાસદન ખાતે બનેલ મારામારીના બનાવમાં ભાજપના વોર્ડ નંબર-૧ ના ઉમેદવાર અને મોરબી પાલીકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડીયા અને કોંગ્રેસના વોર્ડ નંબર-૧ ના વોર્ડ પ્રમુખ કનુભાઈ લાડવાની વચ્ચે ગઇકાલે ગરમા ગરમી થયા બાદ સામસામી ધમકીઓ આપવામાં આવી હતી અને આજે તે બંને લાલબાગ સેવાસદને સામસામે ભેગા થઇ જતા બંને વચ્ચે પુન: ઉગ્ર બોલાચાલી થયા બાદ સામસામી છુટા હાથની મારામારી થઇ હતી. જોકે પોલીસે વચ્ચે પડીને બંનેને અલગ કરીને મામલો થાળે પાડયો હતો.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)