મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને તેમનો પુત્ર કોરોના પોઝીટીવ

કોરોના વોરીયર્સ તરીકે લોકો વચ્ચે જઈને લોકોની સેવા કરનાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા તેમના પુત્ર પ્રિયાંશુ ચાવડાનો કોરોના રિપોર્ટ છેલ્લા બે દિવસથી પોઝીટીવ આવેલ છે હોય બંન્નેનું સ્વાસ્થ્ય ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે. કોરોના વોરીયર્સ કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડાને કોરોના પોઝીટીવ આવ્યો હોય હાલ સારવાર અર્થે અમદાવાદ ખાતે હોસ્પીટાલાઈઝ થયેલ છે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
તેઓ યુ. એન. મહેતા હોસ્પીટલમાં એડમીટ થયા છે. લોકોને પડતી હાલાકીઓ અંહે જાગૃત રહેતા તથા લોક પ્રશ્નો હોય કે સંગઠનમાં સદૈવ તત્પર રહેતા સાંસદ વિનોદભાઇ કે જેઓ શ્રેષ્ઠ સાંસદોમાં ૨૫ મો નંબર પ્રાપ્ત કરનાર વિનોદભાઇને અમદાવાદ જયારે તેમના પુત્ર પ્રિયાંશુને પણ કોરોના પોજીટીવ આવતા તેને ભુજ કોરેન્ટાઇન કરાયેલ હોય બંનેની સારવાર ચાલી રહી છે અને તેમના વિસ્તારના મતદારો અને શુભેચ્છકો દ્વારા તે બંને ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભકામના વ્યક્ત કરવામાં આવી છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)