દેવભૂમિ દ્વારકામાં “વર્લ્‍ડ બર્થ ડિફેકટ ડે”ની ઉજવણી કરવામાં આવી

દેવભૂમિ દ્વારકામાં “વર્લ્‍ડ બર્થ ડિફેકટ ડે”ની ઉજવણી કરવામાં આવી
Spread the love

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા તા.૦૩-૦૩-૨૦૨૧ ના રોજ વર્લ્‍ડ બર્થ ડિફેકટ ડે (જન્‍મજાત ખોડખાપણવાળા બાળકો) તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્‍વયે દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીણાના અધ્‍યક્ષ સ્‍થાને ‘‘વર્લ્‍ડ બર્થ ડિફેકટ ડે’’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના આર.બી.એસ.કે. ની ટીમના સભ્‍યો, આરોગ્‍ય વિભાગનો સ્‍ટાફ તથા ખંભાળીયાના પ્રેસ મિડીયાના પ્રતિનિધિઓ તથા માહિતી ખાતાના અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં આરોગ્‍ય વિભાગના આર.સી.એચ. અધિકારી ડો. મેહુલકુમાર ડી. જેઠવા દ્વારા બર્થ ડીફેકટ ડેની વિસ્‍તૃત સમજુતી આપવામાં આવી હતી. જેમાં બર્થ ડિફેકટના પ્રકારો, તેની ગંભીરતાઓ તેમજ આપવામાં આવતી સારવાર વિશે માહિતગાર કરવામાં આવેલ હતા.

જિલ્‍લામાં બર્થ ડિફેકટ શોધવામાં સારી કામગીરી કરનાર કુલ-૨ આર.બી.એસ.કે. ટીમોને કલેકટરશ્રી તથા જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીના હસ્‍તે પ્રમાણપત્રો આપી સન્‍માનિત કરવામાં આવેલ. જિલ્‍લામાં બર્થ ડિફેકટ શોધવાની સારી કામગીરી કરનાર હોસ્‍પિટલો જનરલ હોસ્‍પિટલ ખંભાળીયા તેમજ પ્રાઇવેટ હોસ્‍પિટલ સહયોગ હોસ્‍પીટલ ખંભાળીયાને પણ પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવેલ હતા. આ અંગે કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીના દ્વારા જિલ્‍લાના તમામ નવજાત બાળકોને બર્થ ડિફેકટ બાબતે સ્‍ક્રીનીંગ કરી અને સારવાર સુનિશ્વિત કરવા પર ભાર મુકવામાં આવેલ હતો. તેમજ જિલ્‍લામાં આવા કોઇ બર્થ ડિફેકટ વાળા બાળકો જણાયે નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર, આર.બી.એસ.કે.ની ટીમ, આરોગ્‍ય કર્મચારીઓ કે આશા બહેનોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરેલ હતી.

રિપોર્ટ : અફસાના સોઢા (ખંભાળિયા)

IMG-20210304-WA0092.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!