રાજકોટ શહેર કોરોના મહામારીમાં ૩૫ દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરનાર પોલીસ જવાનોનું ગૃહમંત્રીનાં હસ્તે સન્માન.

રાજકોટ ખાતે પોલીસ દ્વારા પ્લાઝમાની જરૂરીયાતવાળા દર્દીઓ માટે હેલ્પલાઇન નંબર (૮૯૮૦૦૪૧૪૧૧) ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત અત્યાર સુધી કુલ-૩૫ કોરોના વાયરસ સંક્રમીત દર્દીઓને રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્લાઝમા દાન કરવામાં આવેલ છે. જેમાં કોરોના સંક્રમીત મહિલા દર્દી કે જેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અને તેઓને O પોઝીટીવ પ્લાઝમાની જરૂરીયાત હોય. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ.કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા કે જેઓ O પોઝેટીવ બ્લડ ગૃપ ધરાવતા હોવાથી તાત્કાલીક મહિલા દર્દીને O પોઝીટીવ પ્લાઝમાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેનાથી તેઓની તબિયતમાં ખુબ જ સુધારો થયો છે. આમ ફરજ દરમિયાન તેઓએ માનવતા અભિગમ અપનાવી ખુબ જ સારી કામગીરી કરી હતી. જેને પગલે ગૃહ રાજયમંત્રી દ્વારા પ્રસંશાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા પણ આ તકે ખાસ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.